૫૫ લાખ ડોલરનો ફ્રોડ કેસઃ માઇક્રોસોફ્ટના પૂર્વ એક્ઝિક્યુટિવ મુકુંદ મોહનની ધરપકડ

Tuesday 28th July 2020 08:45 EDT
 

ન્યૂ યોર્કઃ પંચાવન લાખ ડોલરની છેતરપિંડી બદલ માઇક્રોસોફટના પૂર્વ એક્ઝિક્યુટિવ મુકુંદ મોહનની ૨૫મી જુલાઈએ અમેરિકામાં ધરપકડ કરાઈ છે. મુકુંદ મોહન પર યુએસ પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ(પીપીપી) હેઠળ પોતાની ૬ કંપનીઓ માટે આઠ લોન મેળવવા માટે અરજી કરવાનો આરોપ છે. સરકાર આ પ્રોગ્રામ હેઠળ ઉદ્યોગપતિઓને કોરોના મહામારીના સમયમાં કર્મચારીઓને જાળવી રાખવામાં મદદ કરે છે. જો સરકારી મદદનો ઉપયોગ તે જ હેતુ માટે કરાય છે તો તેને ગ્રાન્ટમાં રૂપાંતરિત કરાય છે. મુકુંદ મોહન પર આરોપ છે કે યુએસ પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ હેઠળ ૬ કંપનીઓ માટે આઠ લોન મેળવવા માટે તેણે અરજી કરી અને ૫૫ લાખ ડોલરની છેતરપિંડી કરી છે. આ સાથે એવો આરોપ છે કે, મુકુંદે એવી કંપનીઓ માટે લોન માગી છે જે કંપનીઓમાં કોઇ કર્મચારી નોકરી કરી રહ્યો નથી અને કેટલીક કંપનીઓ તો કોઇ બિઝનેસ કરી રહી નથી. યુએસ એટર્નીએ આરોપ મૂક્યો છે કે મોહને નકલી દસ્તાવેજોને આધારે લોન માટે અરજી કરી હતી. મોહન પર બીજો આરોપ છે કે તેમણે લોન પેટે મળેલી રકમનો ઉપયોગ અંગત હેતુ માટે કર્યો હતો. મોહને ‘માહેનજો’ નામની કંપની માટે લોન મેળવી હતી. તપાસમાં જણાયું કે આ કંપનીમાં કોઇ કર્મચારી કામ કરતો નથી. અરજી કરતી વખતે મોહને જણાવ્યું હતું કે કંપનીનો પેરોલ ખર્ચ ૨૩ લાખ ડોલરથી વધારે છે. જે મુજબ મહિલાઓને સરેરાશ મંથલી પેરોલ ૧૭૨૨૫૦ ડોલરમાં પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter